YAHOO! ભારત સેવાની શરતો

 1. શરતોની સ્વીકૃતિ
  યાહૂમાં આપનું સ્વાગત છે! ભારત. યાહૂ ભારત પ્રાઇવેટ લિમિટેડ (પ્રસંગ પ્રમાણે ''યાહૂ'', ''અમે'' અથવા ''અમને'') આપને નીચેની સેવાની શરતો (''સેવાની શરતો'')ને આધીન સેવા (નીચે વ્યાખ્યાયિત) પૂરી પાડે છે, જેને અમે આપને નોટિસ આપ્યા વિના વખતોવખત નવીનીકૃત કરી શકીએ છીએ. આપ કોઈ પણ સમયે સેવાની શરતોની સૌથી તાજેતરની આવૃત્તિની અહીં સમીક્ષા કરી શકો છો: https://policies.yahoo.com/in/gu/yahoo/terms/utos/index.html. આ ઉપરાંત, યાહૂની ખાસ સેવાઓ અથવા ત્રીજા પક્ષકારની સેવાઓનો ઉપયોગ કરતી વખતે, આપ અને યાહૂ વખતોવખત મૂકવામાં આવી હોય તેવી સેવાઓને લાગુ પડતા કોઈ મૂકેલા દિશાનિર્દેશોને આધીન રહેશો. તેવા તમામ દિશાનિર્દેશો અથવા નિયમો, જે ફેરફારને આધીન હોઈ શકે છે, આથી સંદર્ભ દ્વારા સેવાની શરતોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં માર્ગદર્શિકાઓ અને નિયમો સેવાના ખાસ ભાગ માટે વિશિષ્ટ હોય છે અને આપને એ ભાગને સેવાની શરતો લાગુ કરવામાં મદદરૂપ થશે, પરંતુ સેવાની શરતો અને કોઈ માર્ગદર્શિકા કે નિયમ વચ્ચેની કોઈ અસંગતતાની હદે, સેવાની શરતો પ્રચલિત રહેશે. વખતોવખત અમે સેવાની જુદી જુદી શરતો દ્વારા નિયંત્રિત અન્ય સેવાઓ પણ પ્રસ્તુત કરી શકીએ, જે કિસ્સામાં સેવાની એવી જુદી જુદી શરતો દ્વારા સ્પષ્ટપણે બાકાત કરવામાં આવે તો અને બાકાત કરવાની હદ સુધી એવી અન્ય સેવાઓને સેવાની શરતો લાગુ પડતી નથી. યાહૂ પણ વખતોવખત સેવાની જુદી જુદી શરતો દ્વારા નિયંત્રિત અન્ય સેવાઓ પ્રસ્તુત કરી શકે છે. આ સેવાની શરતો સેવાની જુદી જુદી શરતો દ્વારા નિયંત્રિત એવી અન્ય સેવાઓને લાગુ પડતી નથી.
 2. સેવાનું વર્ણન
  યાહૂ હાલમાં તેની મિલકતોના નેટવર્ક (''સેવા'') થકી વપરાશકારોને વિવિધ સંદેશાવ્યવહારના ઉપકરણો, ઑનલાઇન ફોરમ્સ, ખરીદી સેવાઓ, વૈયક્તિક વિષયવસ્તુ અને બ્રાન્ડેડ પ્રગ્રામિંગ સહિતની ઑન-લાઇન સાધનસામગ્રીના એક સમૃદ્ધ સંગ્રહની સુલભ્યતા પૂરી પાડે છે. સેવા (અથવા તેના ભાગો) યાહૂની મુનસફીથી, વર્લ્ડ વાઇડ વેબ, મોબાઇલ ટેલિફોન અથવા સંદેશાવ્યવહાર સેવાઓ (જેવી કે SMS (શૉર્ટ મેસેજ સર્વિસ)), અને/અથવા અન્ય ઇન્ટરનેટ અથવા ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓ અથવા પ્રોટોકૉલ્સ (જેવા કે WAP (વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકૉલ)) (સામૂહિક રૂપે, '''ચૅનલ્સ') સહિત પરંતુ તે સુધી મર્યાદિત ન હોય તેવા હમણા જાણમાં હોય અથવા આ પછી વિકસાવેલ વિવિધ માધ્યમો અથવા સાધનો થકી અથવા મારફતે સુલભ્ય હોઈ શકે અથવા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. આપ એ પણ સમજો છો અને સંમત થાઓ છો કે સેવામાં યાહૂ તરફથી અમુક સંદેશાવ્યવહારોનો સમાવેશ થઈ શકે છે જેવા કે સેવા અંગે જાહેર નિવેદનો, વહીવટી સંદેશા અને Yahoo મુખપત્ર, અને એ કે આ સંદેશાવ્યવહારો Yahoo સભ્યપદનો ભાગ ગણાય છે અને આપ તેમને પ્રાપ્ત ન કરવાનું પસંદ કરી શકશો નહીં.

  સિવાય કે સ્પષ્ટપણે અન્યથા જણાવાયું હોય, યાહૂની નવી મિલકતોના પ્રકાશન સહિત, હાલની સેવામાં વધારો કરતી અથવા વૃદ્ધિ કરતી કોઈ પણ નવી લાક્ષણિકતાઓ સેવાની શરતોને આધીન રહેશે. આપ સમજો છો અને સંમત થાઓ છો કે સેવા ''હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં'' પૂરી પાડવામાં આવે છે અને એ કે યાહૂ સમયસરતા, વિલોપન, ગેર-વિતરણ અથવા કોઈ વપરાશકારના સંદેશાવ્યવહારો અથવા વૈયક્તિકરણ સેટિંગ્સ સંગ્રહિત કરવામાં નિષ્ફળ રહેવા માટે જવાબદારી લેતા નથી.

  સેવાનો ઉપયોગ કરવા માટે, આપે ચૅનલ્સની સુલભ્યતા, પ્રત્યક્ષ રીતે અથવા વેબ-આધારિત વિષયવસ્તુની સુલભ્યતા મેળવતા સાધનો દ્વારા મેળવવાનો રહેશે, અને ચુકવણીની લાગુ પડતી શરતો મુજબ સેવાની આવી સુલભ્યતા સાથે સંબંધિત કોઈ સેવા ફી ચૂકવવાની રહેશે. આવી ફી અને ચુકવણીની શરતો વખતોવખત બદલી શકાશે, અને આવા ફેરફારો વિશે આપને સૂચિત કરવામાં આવશે, ઇમેઇલ અથવા નોટિસો દ્વારા અથવા સેવા અંગે નોટિસોની લિંક્સ દ્વારા અથવા અન્ય યોગ્ય ઉપાય દ્વારા. આપ સ્વીકારો છો કે સેવાના અમુક ભાગો ફક્ત અમુક ચૅનલ્સ મારફતે ઉપલબ્ધ છે. આપ એ પણ સ્વીકારો છો કે અમે સેવાની આપની સુલભ્યતા અથવા કોઈ ચૅનલ્સના આપના ઉપયોગ માટે કોઈ પણ રીતે જવાબદાર કે બંધાયેલા નથી.

  આ ઉપરાંત, આપે કોમ્પ્યુટર અને મોડેમ, મોબાઇલ ટેલિફોન અથવા અન્ય યોગ્ય સુલભ્યતા સાધન સહિતના પ્રાસંગિક ચૅનલના ઉપયોગ માટે જરૂરી તમામ સાજ-સરંજામ પૂરું પાડવાનું રહેશે, અને આપે આવા ચૅનલના ઉપયોગને લાગુ પડતી કોઈ ફી ચૂકવવાની રહેશે. આપ સ્વીકારો છો કે કોઈ પણ જાતના ચૅનલ દ્વારા સેવાની સુલભ્યતા મેળવવા માટે આપ દ્વારા વપરાતા હાર્ડવેર, સૉફ્ટવેર અને અન્ય સાજ-સરંજામની સ્થાપના, કોન્ફિગ્યુરેશન અથવા સુસંગતતા માટે માત્ર આપ જ જવાબદાર છો. જો સમગ્ર સેવા અથવા સેવાના કોઈ ભાગમાં કોઈ ફેરફાર માટે આપના હાર્ડવેર, સૉફ્ટવેર અથવા અન્ય સાજ-સરંજામમાં ફેરફારોની જરૂર પડે તો, આપે આપના પોતાના ખર્ચે આ ફેરફારો કરવાના રહેશે. સેવામાં આવા કોઈ ફેરફારો અંગે અમે આપને અગાઉથી સૂચિત કરીશું, ઇમેઇલ અથવા નોટિસો દ્વારા અથવા સેવા અંગે નોટિસોની લિંક્સ દ્વારા અથવા અન્ય યોગ્ય ઉપાય દ્વારા.

  સિવાય કે સ્પષ્ટપણે અન્યથા જણાવાયું હોય, સેવામાં અથવા સેવાનો ભાગ બનતા કોઈ ઉત્પાદો અને સેવાઓના સંબંધમાં રજૂ કરેલી કોઈ પણ માહિતીને અમારી અથવા પ્રાસંગિક ત્રીજા પક્ષકારની બંધનકારક પ્રસ્તુતિ ગણાશે નહીં, પરંતુ આપના માટે ઑર્ડર મૂકવાનું આમંત્રણ હોઈ શકે છે. સેવાના ભાગરૂપે ઉપલબ્ધ કરાતા અમારા અથવા કોઈ ત્રીજા પક્ષકારના ઉત્પાદો અને સેવાઓ માટેના કોન્ટ્રાક્ટોના સંબંધમાં, આ કોન્ટ્રાક્ટો પૂરા થયેલા ગણાશે જ્યારે અમે અથવા પ્રાસંગિક ત્રીજા પક્ષકારે તેના માટે આપનો ઑર્ડર સ્વીકાર્યો હોય અથવા આપના ઑર્ડર મુજબ આપને ઉત્પાદ અથવા સેવા પૂરી પાડી હોય.

  ભારતીય કાયદા હેઠળ અશ્લીલ ગણાતું વિષયવસ્તુ Yahoo! ભારતની સાઇટ પર કડકપણે પ્રતિબંધિત છે, અને વપરાશકારોને અશ્લીલ પ્રકારની કોઈ સામગ્રી Yahoo! ભારતની સાઇટ પર મૂકવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. જોકે Yahoo! ભારત વપરાશકારો દ્વારા સેવાની શરતોના ઉલ્લંઘનમાં મૂકેલા કોઈ અશ્લીલ વિષયવસ્તુને ત્વરિતપણે હટાવી દેવાય તેની ખાતરી કરવા યોગ્ય ખંતનો ઉપયોગ કરે છે, વપરાશકારો ક્યારેક વપરાશકારે મૂકેલું એવું અશ્લીલ વિષયવસ્તુ જોઈ શકે છે જે હજુ અમારી જાણમાં ન આવ્યું હોય. વપરાશકારો સેવાનો ઉપયોગ કરતી વખતે તેઓની જાણમાં આવેલ આવા અશ્લીલ/વાંધાજનક વિષયવસ્તુ અંગે યાહૂને માહિતગાર કરવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરશે.
 3. આપની નોંધણી અંગેની ફરજો
  સેવાના આપના ઉપયોગને લક્ષમાં લેતાં, આપ આ બાબતો માટે સંમતિ આપો છો:
  1. પોતાના વિશે સેવાના નોંધણી પત્રક દ્વારા સૂચવેલી સાચી, ચોક્કસ, વર્તમાન અને પૂર્ણ માહિતી (આવી માહિતી "નોંધણીની માહિતી" હોય છે) પૂરી પાડવા અને
  2. નોંધણીની માહિતીને સાચી, ચોક્કસ, વર્તમાન અને પૂર્ણ રાખવા માટે તેને જાળવવા અને તેનું ત્વરિતપણે નવીનીકરણ કરવા. જો આપ એવી કોઈ માહિતી પૂરી પાડો જે ખોટી, અચોક્કસ હોય, વર્તમાન ન હોય અથવા અપૂર્ણ હોય, અથવા આવી માહિતી ખોટી, અચોક્કસ હોવાની, વર્તમાન ન હોવાની અથવા અપૂર્ણ હોવાની શંકા માટે યાહૂ પાસે વાજબી કારણો હોય તો, યાહૂને આપનું ખાતું સ્થગિત કરવાનો અથવા બંધ કરવાનો અને આપને શિરે કોઈ પણ જવાબદારી વિના સેવા (અથવા તેના કોઈ ભાગ)નો કોઈ અને તમામ વર્તમાન અથવા ભાવિ ઉપયોગ નકારવાનો અધિકાર છે. અમને અમારા તમામ વપરાશકારો, ખાસ કરીને બાળકોની સુરક્ષા અને ગુપ્તતા અંગે ચિંતિત છીએ. તેમ છતાં, કૃપા કરી યાદ રાખો કે સેવા બહોળા પ્રેક્ષકવર્ગને આકર્ષવા માટે રચાયેલી છે. તદનુસાર, જો આપ માતાપિતા અથવા કાયદેસર વાલી હો તો આપના બાળક માટે કોઈ સેવાઓ અને/અથવા વિષયવસ્તુ (નીચેની કલમ 6માં આપેલી વ્યાખ્યા મુજબ) યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાની આપની જવાબદારી છે. એ જ રીત, જો આપ બાળક હો, તો આપના માટે કોઈ સેવાઓ અને/અથવા વિષયવસ્તુ યોગ્ય છે કે નહીં તે બાબતે કૃપા કરી આપના માતાપિતા અથવા કાયદેસર વાલી સાથે સલાહ-મસલત કરો.
  ઉપર જણાવેલ બાબતને ધ્યાનમાં ન લેતાં, આપે વપરાશકાર તરીકે નામ નોંધાવ્યા વિના અમે આપને સેવાના અમુક ભાગોની સુલભ્યતા પૂરી પાડી શકીએ તેમ છે. એવા કિસ્સામાં, આપની ઓળખ અમે યોગ્ય ગણીએ તેવા ઓળખના અન્ય ઉપાય પર આધારિત હોય છે. યોગ્ય કિસ્સાઓમાં, આપના નેટવર્ક સંચાલક દ્વારા પૂરો પાડેલ આપના મોબાઇલ ટેલિફોન અથવા કોમ્યુનિકેશન્સ સબસ્ક્રિપ્શન નંબરને ઓળખતી માહિતી પર આધારિત હોઈ શકે છે. આપ સંમતિ આપો છો કે આવી માહિતી સેવાની શરતો મુજબ એકત્ર કરી શકાશે અને અમારા સમક્ષ પ્રગટ કરી શકાશે અને ઉપયોગમાં લઈ શકાશે.
 4. યાહૂની ગુપ્તતા નીતિ
  આપના વિશે નોંધણીની માહિતી અને અમુક અન્ય માહિતી અમારી ગુપ્તતા નીતિને આધીન છે જેને સંદર્ભ દ્વારા આ સેવાની શરતોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે અને તેનો ભાગ બનાવવામાં આવી છે. અમને આપના વિશે નોંધણીની માહિતી અને આવી અન્ય માહિતી આપીને અથવા ઉપલબ્ધ કરાવીને, આપ સંમતિ આપો છો અને સ્વીકારો છો કે અમે ગુપ્તતા નીતિમાં જણાવ્યા મુજબ તેનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આવી માહિતી ત્રીજા પક્ષકારોને આપી શકીએ છીએ, અને આપ આવા ઉપયોગ અથવા પ્રગટીકરણ માટે સંમતિ આપો છો. વધુ માહિતી માટે કૃપા કરી https://policies.yahoo.com/in/en/yahoo/privacy/index.htmખાતે અમારી પૂર્ણ ગુપ્તતા નીતિ જુઓ. આપ સમજો છો કે સેવાના આપના ઉપયોગ દ્વારા આપ Yahoo! અને તેની સંલગ્ન કંપનીઓ દ્વારા સંગ્રહ, પ્રક્રિયા અને ઉપયોગ માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને/અથવા અન્ય દેશોમાં આ માહિતીના સ્થળાંતર સહિત આ માહિતીના એકત્રીકરણ અને ઉપયોગ માટે સંમતિ આપો છો.
 5. સભ્ય ખાતું, પાસવર્ડ અને સલામતી
  સેવાની નોંધણી પ્રક્રિયા પૂરી કર્યા બાદ આપ એક પાસવર્ડ અને ખાતાનું નામ મેળવશો. આપ પાસવર્ડ અને ખાતાનું ખાનગીપણું જાળવવા માટે જવાબદાર છો, અને આપના પાસવર્ડ અથવા ખાતા હેઠળ થતી બધી પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર છો. આપ (a) આપના પાસવર્ડ અથવા ખાતાના કોઈ અનધિકૃત ઉપયોગ અથવા સલામતીના અન્ય કોઈ ભંગ અંગે યાહૂને તરત સૂચિત કરવા, અને (b) દરેક સત્રના અંતે આપ આપના ખાતામાંથી બહાર નીકળી જાઓ તેની ખાતરી કરવાની સંમતિ આપો છો. યાહૂ આ કલમ 5નું પાલન કરવામાં આપની નિષ્ફળતામાંથી ઊભા થતા કોઈ નુકસાન કે હાનિ માટે બંધાઈ શકે નહીં અને બંધાયેલા રહેશે નહીં.
 6. સભ્ય વર્તન
  આપ સમજો છો અને સ્વીકારો છો કે તમામ માહિતી, ડેટા, લખાણ, સૉફ્ટવેર, સંગીત, ધ્વનિ, ફોટોગ્રાફ્સ, ગ્રાફિક્સ, વિડીયો સંદેશા અને અન્ય સામગ્રી (''વિષયવસ્તુ''), જાહેર રીતે મૂકેલા હોય અથવા અંગત રીતે પ્રસારિત કરેલા હોય, એવી વ્યક્તિની સમગ્ર જવાબદારી છે કે જેનાથી આવું વિષયવસ્તુ ઉદ્ભવ્યું હોય. આનો અર્થ એ છે કે આપ, નહીં કે યાહૂ, આપે સેવા મારફતે અપલોડ કરેલ, મૂકેલ, ઇમેઇલ કરેલ અથવા અન્યથા મોકલેલ તમામ વિષયવસ્તુ માટે સંપૂર્ણપણે જવાબદાર છો. સેવા મારફતે મૂકેલ વિષયવસ્તુને યાહૂ નિયંત્રિત કરતા નથી અને, તે રીતે, આવા વિષયવસ્તુની ચોકસાઈ, અખંડતા અથવા ગુણવત્તાની ખાતરી આપી શકતા નથી અને આપતા નથી. આપ સમજો છો કે સેવાનો ઉપયોગ કરીને આપ એવા વિષયવસ્તુના સંપર્કમાં આવી શકો છો જે ઘૃણાજનક, અણછાજતું અથવા વાંધાજનક હોય. કોઈ પણ સંજોગોમાં અમે અથવા અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો કે કર્મચારીઓ, પ્રસંગ પ્રમાણે, અપમાનજનક, અણછાજતા અથવા વાંધાજનક વિષયવસ્તુના કોઈ સંપર્ક, વિષયવસ્તુમાં રહેલ કોઈ ભૂલો કે ચૂકો સહિતના, પરંતુ તેના સુધી મર્યાદિત નહીં તેવા કોઈ વિષયવસ્તુ, અથવા સેવા મારફતે મૂકેલ, ઈમેઇલ કરેલ અથવા અન્યથા મોકલેલ કોઈ વિષયવસ્તુના ઉપયોગના પરિણામે થયેલ કોઈ પણ પ્રકારના કોઈ નુકસાન કે હાનિ માટે કોઈ પણ પ્રકારે બંધનકારક રહેશે નહીં.
  આપ સેવાનો ઉપયોગ આ બાબાતો માટે ન કરવાની સંમતિ આપો છો:
  1. ગેરકાયદેસર, હાનિકારક, ધમકાવનારું, અપમાનકારક, હેરાન કરનાર, ગેરવાજબી, બદનક્ષીભર્યું, અણઘડ, અશ્લીલ, ખોટી રીતે બદનામ કરનારું, બીજાની ગુપ્તતાનું અતિક્રમણ કરનારું, ઘૃણાસ્પદ, અથવા જાતિય રીતે, વંશીય રીતે અથવા અન્યથા વાંધાજનક અથવા તમામ પ્રાસંગિક અધિકારક્ષેત્રોમાં સાર્વજનિક હિત, સાર્વજનિક વ્યવસ્થા અથવા રાષ્ટ્રીય સુમેળ વિરુદ્ધ હોય તેવું કોઈ પણ વિષયવસ્તુ અપલોડ કરવા, મૂકવા, ઈમેઇલ કરવા અથવા અન્યથા મોકલવા માટે;
  2. સગીરોને કોઈ પણ રીતે હાનિ પહોંચાડવા માટે;
  3. પોતાને બીજી કોઈ વ્યક્તિ તરીકે ઓળખાવવું, અથવા ચાહુ! અમલદાર, ફોરમના નેતા, માર્ગદર્શક કે મિજબાન સહિત, પરંતુ તેમના સુધી મર્યાદિત નહીં એવી કોઈ વ્યક્તિ કે સત્તા સાથેના આપના સંબંધને ખોટી રીતે જણાવવા અથવા અન્યથા ગેરરજૂઆત કરવા માટે;
  4. સેવા થકી મોકલેલ કોઈ વિષયવસ્તુની ઉત્પત્તિને છુપાવવા અને/અથવા છુપાવવાની અસરથી ખોટા હેડર્સ ઊભા કરવા અથવા અન્યથા ઓળખનારી માહિતીની હેરફેર કરવા માટે;
  5. એવું કોઈ વિષયવસ્તુ અપલોડ કરવા, મૂકવા, ઈમેઇલ કરવા અથવા અન્યથા મોકલવા માટે કે જેને કોઈ કાયદા અથવા કોન્ટ્રાક્ટ કે વિશ્વાસ આધારિત સંબંધો હેઠળ મોકલવાનો આપને અધિકાર નથી (જેવી કે અંદરની માહિતી, રોજગારના સંબંધોના ભાગરૂપે અથવા અપ્રગટીકરણ સમજૂતીઓ હેઠળ જાણેલી અથવા જાહેર કરેલી માલિકીની અને ખાનગી માહિતી);
  6. કોઈ પણ પક્ષકારના પેટન્ટ, ટ્રેડમાર્ક, વ્યવસાયિક રહસ્ય, કૉપીરાઇટ અથવા અન્ય માલિકી હકો (''હકો'')નું ઉલ્લંઘન કરતું કોઈ વિષયવસ્તુ અપલોડ કરવા, મૂકવા, ઈમેઇલ કરવા અથવા અન્યથા મોકલવા માટે;
  7. વણમાગેલ અથવા અનધિકૃત જાહેરાત, પ્રોત્સાહનાત્મક સામગ્રી, ''જંક મેઇલ,'' ''સ્પૅમ,'' ''થોકબંદ પત્રો,'' ''પિરામિડ યોજનાઓ,'' અથવા કોઈ અન્ય પ્રકારની માગણી અપલોડ કરવા, મૂકવા, ઈમેઇલ કરવા અથવા અન્યથા મોકલવા માટે, સિવાય કે એવા વિસ્તારોમાં કે જે આવા હેતુ માટે નિર્દિષ્ટ હોય (જેવા કે શૉપિંગ રૂમ્સ, પરંતુ તેના સુધી મર્યાદિત નથી);
  8. એવી કોઈ સામગ્રી અપલોડ કરવા, મૂકવા, ઈમેઇલ કરવા અથવા અન્યથા ઉપલબ્ધ કરવા અથવા મોકલવા માટે કે જેમાં સૉફ્ટવેર વાયરસ અથવા કોઈ અન્ય કોમ્પ્યુટર કોડ, ફાઇલો અથવા પ્રોગ્રામ્સ હોય જે કોઈ પણ કોમ્પ્યુટર સૉફ્ટવેર અથવા હાર્ડવેર અથવા ટેલિકોમ્યુનિકેશન્સ સાજ-સરંજામની કાર્યાત્મકતામાં હસ્તક્ષેપ કરવા, તેને નષ્ટ કરવા અથવા મર્યાદિત કરવા માટે રચાયેલા હોય;
  9. સંવાદનો સામાન્ય પ્રવાહ ભંગ કરવા, સેવાના અન્ય વપરાશકારો ટાઇપ કરી શકે તેના કરતાં વધુ ઝડપથી સ્ક્રીનને ''સ્ક્રૉલ'' કરવાનું કારણ બનવા, અથવા અન્યથા એવી રીતે કામ કરવા માટે કે જે અન્ય વપરાશકારોની વાસ્તવિક સમયમાં આપલે કરવાની અથવા અમે પૂરી પાડ્યા મુજબ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિના ધોરણે સેવાનો ઉપયોગ કરવાની ક્ષમતાને નકારાત્મક રીતે અસર કરે;
  10. સેવા અથવા સર્વર્સ અથવા સેવા સાથે જોડાયેલા નેટવર્ક્સમાં હસ્તક્ષેપ કરવા અથવા ભંગ કરવા, અથવા સેવા સાથે જોડાયેલ નેટવર્ક્સની કોઈ જરૂરિયાતો, કાર્યપદ્ધતિઓ, નીતિઓ અથવા વિનિયમોનું અપાલન કરવા માટે;
  11. ભારતીય જામીનગીરીઓ, વિનિમય નિયંત્રણ અને અન્ય નિયમનકારી સત્તાધીશો દ્વારા બહાર પાડેલા વિનિયમો, ભારતીય જામીનગીરી વિનિમયના કોઈ નિયમો અને કાયદાની શક્તિ ધરાવતા કોઈ વિનિયમો સહિત, પરંતુ તેના સુધી મર્યાદિત ન હોય તેવા લાગુ પડતા કોઈ સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનું જાણી જોઈને અથવા અજાણતા ઉલ્લંઘન કરવા માટે;
  12. બીજાનો છુપી રીતે ''પીછો'' કરવા અથવા બીજાને હેરાન કરવા માટે;
  13. સેવા પરના ઉત્પાદો અને સેવાઓના કોઈ ત્રાજા પક્ષકાર પ્રદાતાના સંબંધમાં અથવા બીજી કોઈ રીતે છેતરપિંડીનું અથવા ગેરકાયદેસર કૃત્ય કરવું
  14. ઉપરના a. થી m સુધીના ફકરાઓ માં રજૂ કરેલ પ્રતિબંધિત વર્તન અને પ્રવૃત્તિઓના સંબંધમાં કોઈ અન્ય વપરાશકારો વિશેની અંગત માહિતી એકત્ર કરવા અથવા સંગ્રહિત કરવા માટે.
   આપ સ્વીકારો છો કે યાહૂ વિષયવસ્તુની પૂર્વ-ચકાસણી કરી શકતા નથી અને કરતા નથી, પરંતુ યાહૂ અને તેની નીમેલ વ્યક્તિઓને અમારી એકમાત્ર મુનસફીમાં સેવા મારફતે ઉપલબ્ધ હોય તેવા કોઈ વિષયવસ્તુને નકારવાનો કે ખસેડવાનો અધિકાર રહેશે (પરંતુ તેનું બંધન નહીં). ઉપર જણાવેલ બાબતને મર્યાદિત ન કરતાં, યાહૂ અને તેની નીમેલ વ્યક્તિઓને, આવા હટાવવાથી ઉદ્ભવતા કોઈ નુકસાન અથવા હાનિ માટે કોઈ પણ રીતે તમને બંધનકારક થયા વિના, એવું કોઈ વિષયવસ્તુ હટાવવાનો અધિકાર રહેશે કે જે અમે શુદ્ધ બુદ્ધિથી માનતા હોય કે તે સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે અથવા કોઈ બૌદ્ધિક મિલકતનું ઉલ્લંઘન કરતું હોવાનો આક્ષેપ થયો હોય અથવા જે અમારા એકમાત્ર અભિપ્રાયમાં અન્યથા વાંધાજનક હોય. આપ સંમતિ આપો છો કે આપ આવા વિષયવસ્તુની ચોકસાઈ, પૂર્ણતા, અથવા ઉપયોગિતા પરના કોઈ આધાર સહિત કોઈ વિષયવસ્તુના ઉપયોગ સાથે સંકળાયેલા તમામ જોખમોને મૂલવશો, અને ઉઠાવશો. આ અંગે આપ સ્વીકારો છો કે આપ યાહૂ દ્વારા રચેલા અથવા યાહૂને સુપરત કરેલા કોઈ વિષયવસ્તુ પર આધાર રાખી શકશો નહીં, જેમાં Yahoo! મેસેજ બોર્ડ્સ, Yahoo! સમૂહો, અને સેવાના તમામ અન્ય ભાગોમાં રહેલ માહિતીનો મર્યાદા વિના સમાવેશ થાય છે.

   આપ સ્વીકારો છો અને સંમતિ આપો છો કે યાહૂ વિષયવસ્તુને જાળવી રાખી શકે અને જાહેર પણ કરી શકે છે જો કાયદા દ્વારા તેમ કરવાની જરૂર હોય અથવા શુદ્ધ બુદ્ધી વાળી માન્યતા મુજબ આવી જાળવણી અથવા પ્રગટીકરણ આ કારણોસર વાજબીપણે જરૂરી હોય:

   a. કાનૂની પ્રક્રિયાનું પાલન કરવા માટે;

   b. સેવાની શરતોનો અમલ કરવા માટે;

   c. એવા કોઈ દાવાઓનો જવાબ આપવા માટે કે કોઈ વિષયવસ્તુ ત્રીજા પક્ષકારોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે;

   d. ગ્રાહક સેવા માટે આપની વિનંતીઓને પ્રતિસાદ આપવા માટે; અથવા

   e. યાહૂ, તેના વપરાશકારો અને જાહેર જનતાના અધિકારો, મિલકત અથવા અંગત સુરક્ષાનું રક્ષણ કરવા માટે.

   આપ સમજો છો કે સેવાની ટેકનિકલ પ્રક્રિયા અને પ્રસારણમાં આપના વિષયવસ્તુ સહિત, આટલું સામેલ હોઈ શકે છે

   a. વિવિધ નેટવર્ક્સ પરના પ્રસારણો; અને

   b. જોડનારા નેટવર્ક્સ અથવા સાધનોની ટેકનિકલ જરૂરિયાતોનું પાલન કરવા અને તેની સાથે અનુકૂલિત થવા માટેના ફેરફારો

   જ્યાં સેવાનો કોઈ ભાગ સંકળાયેલો હોય અથવા તે અમારા દ્વારા ત્રીજા પક્ષકાર સાથે સંયુક્ત રીતે પૂરો પાડવામાં આવતો હોય ત્યાં, આપ તેની સુલભ્યતા અથવા ઉપયોગ સહિત એવા ત્રીજા પક્ષકારે સેવાના એવા ભાગના સંબંધમાં આપેલ કોઈ પણ નોટિસો, સૂચનાઓ અથવા આદેશોનું પાલન કરવાની સંમતિ આપો છો.
 7. YAHOO! નેટવર્ક પર આંતરરાજ્ય પ્રકારના સંદેશાવ્યવહારો
  આપ Yahooમાં નોંધણી કરો ત્યારે આપ સ્વીકારો છો કે ઈલેક્ટૉનિક સંદેશાવ્યવહારો (ઈમેઇલ, શોધ પ્રશ્નો, Yahoo ચૅટ અથવા Yahoo સમૂહોને સંદેશા મોકલવા, Yahoo ફોટોસ અથવા બ્રીફકેસમાં ફોટા અપલોડ કરવા અથવા ફાઇલો મોકલવા સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નહીં) મોકલવા માટે Yahoo ની સેવાઓનો ઉપયોગ કરવામાં આપ સંદેશાવ્યવહારોને Yahoo ના કોમ્પ્યુટર નેટવર્ક્સ થકી મોકલવાના નિમિત્ત બનશો, જેના ભાગો પરદેશમાં સ્થિત હોઈ શકે છે. તેના પરિણામે, અને Yahooના નેટવર્ક સ્થાપત્ય અને પ્રસ્થાપિત વ્યવસાયિક રીતો અને ઈલેક્ટ્રૉનિક સંદેશાવ્યવહારોના પ્રકારના પરિણામે, આંતરરાજ્ય પ્રકારના જણાતા સંદેશાવ્યવહારો પણ આપ મોકલવાના સમયે ભૌતિક રીતે ક્યાં સ્થિત છો તેને લક્ષમાં ન લેતાં આંતરરાજ્ય સંદેશાવ્યવહારોના પ્રસારણમાં પરિણમી શકે છે. તદનુસાર, સેવાની આ શરતો માટે સંમતિ આપીને આપ સ્વીકારો છો કે સેવાનો ઉપયોગ આંતરરાજ્ય ડેટા પ્રસારણોમાં પરિણમે છે.

  Yahoo મૅસેન્જર, કોઈ પણ વેબ આધારિત આવૃત્તિઓ સહિત, આપને અને આપ જેની સાથે સંદેશાવ્યવહાર કરો છો તે લોકોને Yahoo સર્વર્સ પર સ્થિત આપના Yahoo ખાતાઓમાં આપની વાતચીતો સાચવવાની પરવાનગી આપશે. આનો અર્થ એ છે કે આપ ઇન્ટરનેટની સુલભ્યતા સાથેના કોઈ પણ કોમ્પ્યુટરમાંથી આપના સંદેશ ઇતિહાસની સુલભ્યતા મેળવી શકો છો અને તેને શોધી શકો છો. આપ આ લાક્ષણિકતાનો ઉપયોગ કરો કે ન કરો, અન્ય વપરાશકારો પણ Yahoo પર તેમના ખાતામાં આપની સાથેની વાતચીતો સાચવવા માટે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. આ સેવાની શરતોને આપેલ આપની સંમતિમાં Yahooને તેના સર્વર્સ પર આ સંદેશાવ્યવહારો સંઘરવા માટે પરવાનગી આપવાની સંમતિ સમાયેલી છે. વખતોવખત Yahoo આપને Yahoo મેસેંજર અથવા સંબંધિત સેવાઓમાં થતા અગત્યના ફેરફારો અંગે જણાવવા માટે આપને Yahoo મેસેંજર સેવા થકી નોટિસો મોકલશે. જો આપ અનધિકૃત રીતે સેવાની સુલભ્યતા મેળવીને આ સેવાની શરતોનું ઉલ્લંઘન કરો તો આવા સંદેશા ન મળે તેમ બની શકે છે. આ સેવાની શરતો માટે આપેલ આપની સંમતિમાં આપની એ બાબતની સંમતિ છે કે આપે અધિકૃત રીતે સેવાની સુલભ્યતા મેળવી હોત તો આપને જે કોઈ પણ અને તમામ નોટિસો મળી હોત તે આપને મળી હોવાનું માની લેવાય છે.
 8. આંતરરાષ્ટ્રીય ઉપયોગ અને આયાત નિકાસની પૂર્તતા માટે ખાસ ચેતવણી
  ઇન્ટરનેટના વૈશ્વિક પ્રકારનો સ્વિકાર કરતાં તમે ઓનલાઇન વહેવારો અને સ્વિકૃત સામગ્રીઓ તથા સંબધિત ચેનલોના ઉપયોગ સંદર્ભે તમામ સ્થાનિક નિયમનો સાથે પૂર્તતા માટે સંમત થાવ છો. સર્વિસના ઉપયોગ તથા સર્વિસ દ્વારા સોફ્ટવેર, ટેકનોલોજી અને અન્ય ટેક્નીકલ ડેટાને ટ્રાન્સફર કરવા, પોષ્ટીંગ કરવા અને અપલોડીંગ કરવાનું યુનાઈટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોના આયાત અને નિકાસના કાયદાઓ અને નિયમનોને પાત્ર છે. તમે મર્યાદા વિના યુનાઈટેડ સ્ટેટ્સના એક્સપોર્ટ એડ્મીનિસ્ટ્રેશન રેગ્યુલેશન (જુઓ http://www.access.gpo.gov/bis/ear/ear_data.html) અને પ્રતિબંધ નિયંત્રણ કાર્યક્રમ સહિત તમામ લાગૂ પડતા આયાત અને નિકાસના કાયદાઓ અને નિયમનોની પૂર્તતા માટે સંમત થાવ છો (જુઓ http://www.treasury.gov/resource-center/sanctions/Programs/Pages/Programs.aspx). ખાસ કરીને તમે દર્શાવો છો અને ખાત્રી આપો છો કે તમે: (એ) કોઇ સરકારની નિકાસ બાકાતી યાદીમાં ઓળખવામાં આવેલ પ્રતિબંધિત પાર્ટી નથી (જુઓ http://www.bis.doc.gov/complianceandenforcement/liststocheck.htm) અથવા લાગૂ પડતા નિકાસ અને આયાત કાયદાઓ અને નિયમનોમાં ઓળખી કાઢ્યા પ્રમાણેના અન્ય કોઇ નિકાસ પ્રતિબંધિત દેશોની સરકારના સભ્ય નથી; (બી) નિકાસ પ્રતિબંધિત પાર્ટીઓ કે દેશમાં સર્વીસ મારફતે સોફ્ટવેર, ટેકનોલોજી અને અન્ય ટેકનીકલ ડેટા ટ્રાન્સફર નહીં કરો; (સી) યુએસ નિકાસ કાયદાનું ઉલ્લંઘન કરીને અંતિમ ઉપયોગ માટે લશ્કરી, એટમીક, મિસાઈલ, કેમીકલ કે બાયોલોજીકલ શસ્ત્રો માટે સર્વિસનો ઉપયોગ નહીં કરો; અને (ડી) યુએસ કે અન્ય લાગૂ પડતા નિકાસ કે આયાત કાયદાઓનુ ઉલ્લંઘન કરીને કોઇ સોફ્ટવેર, ટેકનોલોજી કે અન્ય ટેકનીકલ ડેટાને સર્વિસ મારફતે ટ્રાન્સફર, અપ-લોડ કે પોષ્ટ નહીં કરો.
 9. સેવામાં સમાવેશ માટે સુપરત કરેલ અથવા ઉપલબ્ધ કરેલ વિષયવસ્તુ
  Yahoo! સેવામાં સમાવેશ માટે આપે સુપરત કરેલ અથવા ઉપલબ્ધ કરેલ વિષયવસ્તુની માલિકીનો દાવો નથી કરતા. જોકે, સેવાના સાર્વજનિક રીતે સુલભ્ય વિસ્તારો પર આપ સમાવેશ માટે સુપરત કરો અથવા ઉપલબ્ધ કરો તે વિષયવસ્તુ અંગે, આપ લાગુ પડે તે મુજબ, Yahoo!ને નીચેના વિશ્વવ્યાપી, રૉયલ્ટી-મુક્ત અને અનૈકાંતિક લાઇસન્સ(સો) આપો છો.
  1. Yahoo! સમૂહોના સાર્વજનિક રીતે સુલભ્ય વિસ્તારો પર આપ સમાવેશ માટે સુપરત કરો અથવા ઉપલબ્ધ કરો તે વિષયવસ્તુ અંગે, સેવા પર આવા વિષયવસ્તુનો ઉપયોગ કરવા, તેનું વિતરણ કરવા, પુનર્નિર્માણ કરવા, તેને બદલવા, અનુકૂલિત કરવા, સાર્વજનિક રીતે ભજવવા અને સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવાના લાઇસન્સનો એકમાત્ર હેતુ એ ચોક્કસ Yahoo! સમૂહ પૂરું પાડવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો છે જેને આવું વિષયવસ્તુ સુપરત કરેલ હોય અથવા ઉપલબ્ધ કરેલ હોય. આ લાઇસન્સ ફક્ત એટલા સમય સુધી રહેશે જેટલા સમય સુધી આપ સેવા પર આવા વિષયવસ્તુનો સમાવેશ ચાલુ રાખવાનું પસંદ કરો અને આપ અથવા Yahoo! સેવા પરથી આવા વિષયવસ્તુને હટાવો તે સમયે એ સમાપ્ત થશે.
  2. Yahoo! સમૂહો સિવાયની અન્ય સેવાના સાર્વજનિક રીતે સુલભ્ય વિસ્તારો પર આપ સમાવેશ માટે સુપરત કરો અથવા ઉપલબ્ધ કરો તેવા ફોટા, ગ્રાફિક્સ, ઑડિયો, વિડીયોના સંબંધમાં, સેવા પર આવા વિષયવસ્તુનો ઉપયોગ કરવા, તેનું વિતરણ કરવા, પુનર્નિર્માણ કરવા, તેને બદલવા, અનુકૂલિત કરવા, સાર્વજનિક રીતે ભજવવા અને સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવાના લાઇસન્સનો એકમાત્ર હેતુ એ ચોક્કસ Yahoo! સમૂહ પૂરું પાડવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો છે જેને આવું વિષયવસ્તુ સુપરત કરેલ હોય અથવા ઉપલબ્ધ કરેલ હોય. આ લાઇસન્સ ફક્ત એટલા સમય સુધી રહેશે જેટલા સમય સુધી આપ સેવા પર આવા વિષયવસ્તુનો સમાવેશ ચાલુ રાખવાનું પસંદ કરો અને આપ અથવા Yahoo! સેવા પરથી આવા વિષયવસ્તુને હટાવો તે સમયે એ સમાપ્ત થશે.
  3. Yahoo! સમૂહો સિવાયની અન્ય સેવાના સાર્વજનિક રીતે સુલભ્ય વિસ્તારો પર આપ સમાવેશ માટે સુપરત કરો અથવા ઉપલબ્ધ કરો તેવા ફોટા, ગ્રાફિક્સ અથવા ઑડિયો અથવા વિડીયોના સંબંધમાં, આવા વિષયવસ્તુનો (સંપૂર્ણ અથવા આંશિક) ઉપયોગ કરવા, તેનું વિતરણ કરવા, પુનર્નિર્માણ કરવા, તેને બદલવા, અનુકૂલિત કરવા, પ્રકાશિત કરવા, તેનો અનુવાદ કરવા, સાર્વજનિક રીતે ભજવવા અને સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવા અને આવા વિષયવસ્તુને હમણા જાણમાં હોય અથવા આ પછી વિકસાવેલ કોઈ ફૉર્મેટ અથવા માધ્યમમાં અન્ય કૃતિઓમાં સમાવિષ્ટ કરવાનું કાયમી, રદ ન કરી શકાય તેવું અને સંપૂર્ણપણે સબલાઇસન્સેબલ લાઇસન્સ.
 10. YAHOO!ને ફાળો
  Yahooને તેના સૂચન અથવા પ્રતિભાવ વેબપૃષ્ઠો થકી વિચારો, સૂચનો, દસ્તાવેજો, અને/અથવા દરખાસ્તો (''ફાળા'') સુપરત કરીને આપ સ્વીકારો છો અને સંમતિ આપો છો કે: (a) આપના ફાળાઓમાં ખાનગી અથવા માલિકીની માહિતી નથી; (b) Yahoo ફાળાઓ પરત્વે, ખાનગીપણાના કોઈ, સ્પષ્ટ કે ગર્ભિત, બંધન હેઠળ નથી; (c) Yahoo કોઈ પણ હેતુસર, કોઈ પણ રીતે, વિશ્વભરના કોઈ પણ માધ્યમમાં આવા ફાળાઓનો ઉપયોગ કરવા અથવા તેને જાહેર કરવા (અથવા ઉપયોગ ન કરવા કે જાહેર ન કરવાનું પસંદ કરવા)ના હકદાર રહેશે; (d) Yahoo આ ફાળાઓ જેવું જ કંઈક વિચારણા અથવા વિકાસ હેઠળ પહેલેથી ધરાવતા હોઈ શકે છે; (e) આપના ફાળાઓ Yahooને આપના કોઈ બંધન વિના આપોઆપ Yahooની મિલકત બની જાય છે; અને (f) આપ કોઈ પણ સંજોગોમાં Yahoo પાસેથી કોઈ પણ પ્રકારનું કોઈ વળતર અથવા ભરપાઈ મેળવવાના હકદાર નથી.
 11. હાનિરક્ષા
  આપ યાહૂ, અને અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો, કો-બ્રાન્ડરો અથવા અન્ય ભાગીદારો, અને કર્મચારીઓને, નુકસાન ભરપાઈ કરી આપવા અને આપે સેવા થકી રજુ કરેલ, મૂકેલ અથવા મોકલેલ અથવા ઉપલબ્ધ કરેલ વિષયવસ્તુ, સેવાના આપના ઉપયોગ, સેવા સાથેના આપના જોડાણ, કોઈ ચૅનલ્સના આપના ઉપયોગ, સેવાની શરતોના આપના ઉલ્લંઘન, અથવા કોઈ અન્ય વ્યક્તિના કોઈ અધિકારોના આપના ઉલ્લંઘન, અથવા કોઈ લાગુ પડતા કાયદાના આપના ભંગને લીધે અથવા તેમાંથી ઉદ્ભવતા, વાજબી કાનૂની ફી સહિતના કોઈ ત્રીજા પક્ષકારે કરેલા કોઈ દાવા અથવા માંગણીથી હાનિરહિત રાખવાની સંમતિ આપો છો.
 12. સેવાનું પુનર્વેચાણ નહીં
  આપ કોઈ વાણિજ્યિક હેતુઓસર સેવાના કોઈ ભાગ, સેવાના ઉપયોગ, અથવા સેવાની સુલભ્યતાનું પુનર્નિર્માણ, તેની પ્રતિકૃતિ, નકલ, પુનર્વેચાણ ન કરવા અથવા તેનો ગેરલાભ ન લેવાની સંમતિ આપો છો.
 13. ઉપયોગ અને સંગ્રહ અંગે સામાન્ય શિરસ્તા
  આપ સ્વીકારો છો કે યાહૂ તેની એકમાત્ર મુનસફી મુજબ સેવા દ્વારા ઈમેઇલ સંદેશા, મૅસેજ બોર્ડ પોસ્ટિંગ્સ અથવા અપલોડ કરેલ અન્ય વિષયવસ્તુ જાળવી રાખવા માટેના દિવસોની મહત્તમ સંખ્યા, સેવા પરના ખાતા દ્વારા મોકલી શકાય અથવા મેળવી શકાય તેવા અથવા સેવા દ્વારા મોકલી શકાય તેવા ઈમેઇલ સંદેશા અથવા કોઈ અન્ય સંદેશાની મહત્તમ સંખ્યા, સેવા પરના ખાતા દ્વારા મોકલી શકાય અથવા મેળવી શકાય તેવા કોઈ ઈમેઇલ સંદેશના મહત્તમ કદ, યાહૂના સર્વર્સ પર આપના વતી ફાળવાશે તે મહત્તમ ડિસ્ક સ્પેસ, અને ચોક્કસ સમયગાળામાં આપ મહત્તમ કેટલી વખત (અને મહત્તમ કેટલા સમયગાલા માટે) સેવાની સુલભ્યતા મેળવી શકો તે સહિત કોઈ મર્યાદા વિના સામાન્ય શિરસ્તા અને મર્યાદાઓ સ્થાપિત કરી શકે છે. ખાસ કરીને, પરંતુ ઉપર જણાવેલ બાબતને મર્યાદિત ન કરતાં, સેવાનો ઉપયોગ કરીને, આપ સેવાના આપના ઉપયોગના સંબંધમાં https://policies.yahoo.com/in/en/yahoo/privacy/index.htm માં રજૂ કરેલા શિરસ્તા અમને અપનાવવાની સંમતિ આપો છો. આપ સંમતિ આપો છો કે યાહૂને સેવા દ્વારા જાળવેલ અથવા મોકલેલ કોઈ સંદેશા અને અન્ય સંદેશાવ્યવહારો અથવા અન્ય વિષયવસ્તુના વિલોપન અથવા તેને સંઘરવામાં નિષ્ફળતા માટે કોઈ જવાબદારી કે બંધન નથી. આપ સ્વીકારો છો કે યાહૂ લાંબા સમય માટે નિષ્ક્રિય હોય તેવા ખાતાઓને લૉગ ઑફ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. આપ વધુમાં સ્વીકારો છો કે યાહૂ તેની એકમાત્ર મુનસફી મુજબ, નોટિસ સાથે કે વિના, કોઈ પણ સમયે આ સામાન્ય શિરસ્તા અને મર્યાદાઓ બદલવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. આપ વધુમાં સ્વીકારો છો કે અમે અમારી એકમાત્ર મુનસફી મુજબ, નોટિસ સાથે કે વિના, કોઈ પણ સમયે આ સામાન્ય શિરસ્તા અને મર્યાદાઓમાં સુધારા કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ, અને આપ સંમતિ આપો છો કે આવા સુધારા બાદ સેવાના આપના ચાલુ ઉપયોગમાં સુધારેલા સામાન્ય શિરસ્તા અને મર્યાદાઓની સ્વીકૃતિ અને તેનાથી બંધાયેલા હોવાની સમજૂતી સમાયેલી છે.
 14. સેવામાં સુધારા
  યાહૂ કોઈ પણ સમયે અને વખતોવખત, કોઈ પણ કારણસર, નોટિસ સાથે કે નોટિસ વિના, સેવા (અથવા તેના કોઈ ભાગ)માં સુધારો કરવા અથવા તેને અસ્થાયી રીતે કે સ્થાયી રીતે બંધ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે, ભલે તે ઘણા ખરાને અથવા ફક્ત આપના સુધી મર્યાદિત હોય. આપ સંમતિ આપો છો કે યાહૂ સેવાના કોઈ સુધારા, સ્થગિતતા કે અટકાવ માટે કોઈ પણ રીતે આપને અથવા કોઈ ત્રીજા પક્ષકારને બંધાયેલા રહેશે નહીં.
 15. સમાપ્તિ
  આપ સમંતિ આપો છો કે યાહૂ, તેમની એકમાત્ર મુનસફી મુજબ, ઉપયોગના અભાવ માટે સહિતના, મર્યાદા વિનાના, કોઈ પણ કારણસર, અથવા જો યાહૂ, તેમની એકમાત્ર મુનસફી મુજબ માનતા હોય કે આપે સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અથવા તેના અક્ષર અથવા આશયથી અસંગત રીતે વર્ત્યા છો અથવા આપ બૌદ્ધિક સંપત્તિના અધિકારોનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે તો, યાહૂ આપનો પાસવર્ડ, ખાતું (અથવા તેનો કોઈ ભાગ) અથવા સેવાનો ઉપયોગ સમાપ્ત કરી શકે છે, અને સેવામાં રહેલ કોઈ વિષયવસ્તુને હટાવી શકે છે અથવા કાઢી નાખી શકે છે. યાહૂ તેમની એકમાત્ર મુનસફી મુજબ અને કોઈ પણ સમયે સેવા, અથવા તેનો કોઈ ભાગ, નોટિસ સાથે કે નોટિસ વિના, પૂરો પાડવાનું પણ બંધ કરી શકે, પછી ભલે તે પસંદ કરેલ ચૅનલ્સ અથવા બધા ચૅનલ્સ માટે હોય. આપ સંમતિ આપો છો કે આ સેવાની શરતોની કોઈ પણ જોગવાઈ હેઠળ સેવાની આપની સુલભ્યતાની કોઈ સમાપ્તિ અગ્રિમ નોટિસ વિના કરી શકાશે, અને સ્વીકારો છો અને સંમતિ આપો છો કે યાહૂ આપના ખાતાને અને આપના ખાતામાં રહેલી તમામ સંબંધિત માહિતી અને ફાઇલો તાત્કાલિકપણે નિષ્ક્રિય કરી શકશે અથવા કાઢી નાખી શકશે અને/અથવા આવી ફાઇલો અથવા સેવાની કોઈ વધુ સુલભ્યતા મેળવવાની મનાઈ ફરમાવી શકશે. વધુમાં, આપ સંમતિ આપો છો કે યાહૂ સેવાની આપની સુલભ્યતાની કોઈ સમાપ્તિ માટે આપને અથવા કોઈ ત્રીજા પક્ષકારને બંધાયેલા રહેશે નહીં.
 16. ત્રાજા પક્ષકારો સાથેના વ્યવહારો
  સેવામાં ત્રીજા પક્ષકારોના ઉત્પાદો અને સેવાઓની સીધી અથવા આવા ત્રીજા પક્ષકારો દ્વારા સંચાલિત સાઇટોની લિંક્સ મારફતે સુલભ્યતાનો, પણ સમાવેશ થઈ શકે છે. જ્યાં આ ત્રીજા પક્ષકારોના ઉત્પાદો અને સેવાઓ સેવાનો ભાગ બનતા હોય, ત્યાં અમે એ સૂચવવાનો પ્રયત્ન કરીશું કે આ ઉત્પાદો અને સેવાઓ ત્રીજા પક્ષકારો દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેમ કરવા માટે બંધાયેલા નથી. તમામ કિસ્સાઓમાં, સેવા (મર્યાદા વિના ઉત્પાદો અને સેવાઓના પ્રદાતાઓ, વિજ્ઞાપકો અને સેવાના અન્ય વપરાશકારો સહિત) પર અથવા તેના દ્વારા મળતા અન્ય પક્ષકારો સાથેના, સંબંધિત માલ અથવા સેવાઓની ચુકવણી અને વિતરણ, અને આવા વ્યવહારો સાથે સંકળાયેલી કોઈ અન્ય શરતો, વૉરંટીઓ અથવા રજૂઆતો સહિતના આપના પત્રવ્યવહાર અથવા વ્યાવસાયિક વ્યવહારો, અથવા તેમના પ્રોત્સાહનોમાં સહભાગિતા, માત્ર આપ અને આવા ત્રીજા પક્ષકારો વચ્ચે છે, પછી ભલે તે અમારી સાથે કો-બ્રાન્ડેડ કરેલા ઉત્પાદો અથવા સેવાઓના સંબંધમાં હોય જેમાં અમારા ટ્રેડમાર્ક્સનો સમાવેશ થયો હોઈ શકે છે. આપ સંમતિ આપો છો કે અમે કોઈ ત્રીજા પક્ષકારો સાથે ના આવા કોઈ વ્યવહારોના પરિણામે, સેવા પર આવા ત્રીજા પક્ષકારોની હાજરીના પરિણામે, અથવા આવા ત્રીજા પક્ષકારો દ્વારા કોઈ પણ રીતે સેવાનો ઉપયોગ કરવાના પરિણામે થયેલ કોઈ પ્રકારના નુકસાન કે હાનિ માટે જવાબદાર અથવા બંધાયેલા રહીશું નહીં.
 17. લિંક્સ
  સેવા અથવા ત્રીજા પક્ષકારો અન્ય વર્લ્ડ વાઇડ વેબ અથવા અન્ય ઑનલાઇન ઈલેક્ટ્રૉનિક સાઇટો અથવા સાધનસામગ્રીની લિંક્સ પૂરી પાડી શકે છે. આપ સ્વીકારો છો કે યાહૂ આવી સાઇટો અને સાધનસામગ્રી પર કોઈ નિયંત્રણ ધરાવતા નથી, આપ સ્વીકારો છો અને સંમતિ આપો છો કે યાહૂ આવી બાહરની સાઇટો અથવા સાધનસામગ્રીની ઉપલબ્ધતા માટે જવાબદાર નથી, અને આવી સાઇટો અથવા સાધનસામગ્રી પરની અથવા તેના પરથી ઉપલબ્ધ કોઈ વિષયવસ્તુ, જાહેરાત, ઉત્પાદો, અથવા અન્ય સામગ્રીને સમર્થન આપતા નથી અને તેના માટે જવાબદાર કે બંધાયેલા નથી. આપ વધુમાં સ્વીકારો છો અને સંમતિ આપો છો કે યાહૂ કોઈ પણ રીતે, આવી કોઈ સાઇટ અથવા સાધનસામગ્રી પર અથવા તેના દ્વારા ઉપલબ્ધ આવા કોઈ વિષયવસ્તુ, માલ કે સેવાઓના ઉપયોગ અથવા તેના પર આધાર રાખવાના કારણે અથવા તેના સંબંધમાં થયેલી અથવા થઈ હોવાના આક્ષેપ મુજબની કોઈ હાનિ અથવા નુકસાન માટે જવાબદાર અથવા બંધાયેલા રહેશે નહીં.
 18. યાહૂના માલિકી અધિકારો
  આપ સ્વીકારો છો અને સંમતિ આપો છો કે સેવા (''સૉફ્ટવેર'')ના સંબંધમાં વપરાતી સેવા અને કોઈ જરૂરી સૉફ્ટવેરમાં માલિકીની અને ખાનગી માહિતી હોય છે જે લાગુ પડતા બૌદ્ધિક અને અન્ય કાયદાઓ દ્વારા રક્ષિત હોય છે. આપ વધુમાં સ્વીકારો છો અને સંમતિ આપો છો કે પ્રાયોજકની જાહેરાતો અથવા આપને સેવા અથવા જાહેરાતો દ્વારા પ્રસ્તુત કરાયેલી માહિતીમાં રહેલું વિષયવસ્તુ કૉપીરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ અથવા અન્ય માલિકીના અધિકારો અને કાયદાઓ દ્વારા રક્ષિત છે. આપ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે, સેવા, સૉફ્ટવેર અથવા વિષયવસ્તુ (આપની માલિકીના વિષયવસ્તુને બાકાત રાખતા) પર આધારિત વ્યુત્પન્ન કૃતિઓને ન સુધારવા, અનુકૂલિત ન કરવા, ભાડે ન આપવા, પટે ન આપવા, ઉછીની ન આપવા, ન વેચવા, વિતરિત ન કરવા અથવા ન રચવાની સંમતિ આપો છો, સિવાય કે અમે અથવા જાહેરાત વિજ્ઞાપકોએ સ્પષ્ટપણે અધિકૃત કર્યા મુજબ.

  યાહૂ આપને એક કોમ્પ્યુટર પર અમારા સૉફ્ટવેરના ઑબ્જેક્ટ કોડનો ઉપયોગ કરવાનો વ્યક્તિગત, અપરિવર્તનીય અને અનૈકાંતિક અધિકાર અને લાઇસન્સ એ શરતે આપે છે કે આપ કોઈ સોર્સ કોડની નકલ ન કરો, તેમાં સુધારો ન કરો, તેની વ્યુત્પન્ન કૃતિ ન બનાવો, તેને રિવર્સ એન્જિનિયર ન કરો, રિવર્સ ઍસેમ્બલ ન કરો અથવા અન્યથા તેને જાણવા, સૉફ્ટવેરને વેચવા, મુકરર કરવા, તેનું પેટા લાઇસન્સ આપવાનો પ્રયત્ન ન કરો, સૉફ્ટવેરમાં સુરક્ષા હિત આપવા અથવા અન્યથા તેમાં રહેલ કોઈ અધિકાર હસ્તાંતર કરવાનો પ્રયત્ન ન કરો (અને કોઈ ત્રીજા પક્ષકારને તેમ કરવા ન દો). આપ સેવાની અનધિકૃત સુલભ્યતા મેળવવાના હેતુસર સહિત (મર્યાદા વિના) સૉફ્ટવેરમાં કોઈ પણ રીતે અથવા સ્વરૂપે સુધારો ન કરવા, અથવા સૉફ્ટવેરની સુધારેલ આવૃત્તિઓનો ઉપયોગ ન કરવાની સંમતિ આપો છો. આપ સેવાની સુલભ્યતા મેળવવામાં ઉપયોગ માટે યાહૂ દ્વારા પૂરો પાડેલ ઇન્ટરફેસ સિવાયના કોઈ ઉપાય થકી સુલભ્યતા ન મેળવવાની સંમતિ આપો છો.
 19. વૉરંટીઓનો અસ્વીકાર
  આપ સ્પષ્ટપણે સમજો છો અને સંમતિ આપો છો કે:
  1. સેવાની આપની સુલભ્યતા અથવા ઉપયોગ માત્ર આપના જોખમે છે. સેવા ''હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ'' અને ''ઉપલબ્ધ હોય તેમ''ના ધોરણે પૂરી પાડવામાં આવે છે. અમે અને અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો કે કર્મચારીઓ સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારની, વેચાણક્ષમતાની સૂચિત વૉરંટીઓ, ખાસ હેતુ માટેની સુયોગ્યતા અને બિન-ઉલ્લંઘન સહિત, પરંતુ તેના સુધી મર્યાદિત ન હોય તેવી, તમામ વૉરંટીઓ અસ્વીકારે છે, પછી ભલે તે સ્પષ્ટ હોય કે સૂચિત.
  2. યાહૂ અને તેના લાઇસન્સરો, માલ પૂરો પાડનારો, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો કે કર્મચારીઓ કોઈ વૉરંટી નથી આપતા કે
   1. સેવા આપની જરૂરિયાતો પૂરી કરશે,
   2. સેવા અતૂટ, સમયસર, સુરક્ષિત અથવા ભૂલ રહિત રહેશે,
   3. આપે પસંદ કરેલ અથવા ઉપયોગમાં લીધેલ ચૅનલ મારફતે સેવા કોઈ પણ સમયે અથવા બધા સમયે સુલભ્ય રહેશે,
   4. સેવા પર રહેલ અથવા તેના થકી વિતરિત કરેલ, અથવા તેના પરથી અથવા તેના થકી જોડાયેલ, ડાઉનલોડ કરેલ અથવા સુલભ્ય થયેલ માહિતી, વિષયવસ્તુ અથવા જાહેર ખબરો (સામૂહિક રીતે, ''સામગ્રી''), અથવા સેવાના ઉપયોગથી મેળવી શકાય તેવા પરિણામો, ચોક્કસ અથવા વિશ્વસનીય રહેશે,
   5. સેવા (''ઉત્પાદો'') થકી અથવા તેના સંબંધમાં આપે દર્શાવેલા, ખરીદેલા અથવા મેળવેલા કોઈ ઉત્પાદો, સેવાઓ, માહિતી, અથવા અન્ય વસ્તુઓની ગુણવત્તા આપની અપેક્ષાઓ પર ખરી ઉતરશે
   6. સૉફ્ટવેરમાં રહેલી કોઈ ભૂલો સુધારવામાં આવશે.
  3. સેવાના ઉપયોગ થકી ડાઉનલોડ કરેલ અથવા અન્યથા મેળવેલી કોઈ સામગ્રી આપની પોતાની મુનસફીએ અને જોખમે કરવામાં આવે છે અને આવી કોઈ સામગ્રીના ડાઉનલોડથી પરિણમતી આપના કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ટેલિફોન અથવા અન્ય સુલભ્યતા સાધનને કોઈ હાનિ અથવા ડેટાના નુકસાન માટે માત્ર આપ જવાબદાર રહેશો.
  4. કોઈ પણ સામગ્રી પરનો આધાર અથવા તેનો ઉપયોગ આપની પોતાની મુનસફીએ અને જોખમે રહેશે. અમે સેવા અથવા સામગ્રીના કોઈ ભાગમાં રહેલી કોઈ ભૂલ અથવા ચૂકોને સુધારવા અથવા તેને સરખી કરવાનો અધિકાર, અમારી એકમાત્ર મુનસફીએ અને કોઈ બંધન વિના, સુરક્ષિત રાખીએ છીએ. અમે ''હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ''ના ધોરણે સામગ્રી પૂરી પાડી અથવા ઉપલબ્ધ કરેલી છે અને અમે કોઈ પણ સામગ્રી અથવા ઉત્પાદોના સંબંધમાં વેચાણક્ષમતા અને ખાસ હેતુ માટેની સુયોગ્યતાની કોઈ અને તમામ વૉરંટીઓનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ.
  5. આપે યાહૂ અથવા તેના લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો અને કર્મચારીઓ પાસેથી અથવા સેવા થકી અથવા તેમાંથી મેળવેલી કોઈ સલાહ કે માહિતી સેવાની શરતોમાં સ્પષ્ટપણે ન જણાવાયેલી કોઈ વૉરંટી સર્જશે નહીં, પછી ભલે તે મૌખિક હોય કે લેખિત.
 20. જવાબદારીની મર્યાદા
  આપ સ્પષ્ટપણે સમજો છો અને સંમતિ આપો છો કે અમે અને અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો અને કર્મચારીઓ, નફા, સદ્ભાવ, ઉપયોગ, ડેટાના નુકસાન અથવા અન્ય અમૂર્ત નુકસાન (અમે અથવા અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો અને કર્મચારીઓને, યથાપ્રસંગ, આવા વળતરની જાણ કરવામાં આવી હોય તો પણ) સહિતના, પરંતુ તેના સુધી મર્યાદિત ન હોય તેવા કોઈ પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રાસંગિક, ખાસ, પરિણામી અથવા દાખલારૂપ વળતર માટે જવાબદાર રહેશે નહીં જે આમાંથી પરિણમતા હોય:
  1. સેવા, સામગ્રી અને ઉત્પાદો;
  2. સેવાનો ઉપયોગ અથવા ઉપયોગ કરવાની અક્ષમતા;
  3. સેવામાંથી ખરીદેલ અથવા મેળવેલ કોઈ માલ, ડેટા, માહિતી અથવા સેવાઓ અથવા પ્રાપ્ત થયેલા સંદેશા અથવા સેવા થકી અથવા સેવામાંથી કરેલા વ્યવહારોમાંથી પરિણમતી અવેજી માલ અને સેવાઓ મેળવવાની કિંમત;
  4. આપના પ્રસારણો અથવા ડેટાની અનધિકૃત સુલભ્યતા અથવા તેમાં ફેરફાર;
  5. સેવા પર કોઈ ત્રીજા પક્ષકારના નિવેદનો અથવા વર્તન;
  6. સેવાનો ઉપયોગ કરીને વેચી દેવાયેલો કોઈ માલ અથવા સેવાઓ અથવા મોકલેલા અથવા મેળવેલા સંદેશા; અથવા
  7. સેવા, સામગ્રી અથવા ઉત્પાદોને લગતી કોઈ અન્ય બાબાત.
 21. બાકાત રાખવાની બાબતો અને મર્યાદાઓ
  આપ સ્વીકારો છો કે કલમો 17 અને 18માં રજૂ કરેલ જવાબદારીના અસ્વીકારો અને બાકાત રાખવાની બાબતો, બધા પ્રાસંગિક પરિબળોનો વિચાર કરતાં, આપે અમને આપેલ વિચારણાનું મૂલ્ય અને ઉક્ત જોખમોના સંબંધમાં વીમાની ઉપલબ્ધતા અને કિંમતો સહિત, મર્યાદા વિના, આપ અને અમારી વચ્ચેની સમજૂતીના જોખમો અને લાભોની ન્યાયી અને વાજબી ફાળવણી દર્શાવે છે. આપ વધુમાં સંમતિ આપો છો કે આ અસ્વીકારો અને મર્યાદાઓ લાગુ પડતા કાયદાની પરવાનગીની મહત્તમ હદે લાગુ કરવા યોગ્ય રહેશે.
 22. નાણાકીય બાબતોને લગતી સેવાઓ માટે ખાસ તાકીદો
  જો આપ કોઈ સેવા સર્જવાનો અથવા સેવામાં જોડવાનો, સેવામાંથી કંપનીઓ, સ્ટૉક ક્વોટ્સ, રોકાણો અથવા જામીગીરીઓ બાબતે કોઈ સમાચાર, સંદેશા, ઍલર્ટ્સ મેળવવા અથવા તેની વિનંતી કરવાનો ઇરાદો ધરાવતા હો તો કૃપા કરીને ઉપરની કલમો 19 અને 20 ફરી વાંચો. તે આપના માટે બમણા ઉપયોગી છે. વધુમાં, ખાસ કરીને આ પ્રકારની માહિતી માટે, ''રોકાણકારને સાવધ રહેવું જોઈએ'' એ વાક્યાંશ મુદ્દાસર છે. સેવા ફક્ત માહિતીના હેતુઓસર જ પૂરી પાડવામાં આવે છે, અને સેવામાં સામેલ કરેલું કોઈ પણ વિષયવસ્તુ વેપાર અથવા રોકાણના હેતુઓસર નથી. Yahoo અને તેના લાઇસન્સરો સેવા મારફતે મોકલેલી અથવા ઉપલબ્ધ કરેલી કોઈ માહિતીની ચોકસાઈ, ઉપયોગિતા અથવા ઉપલબ્ધતા માટે જવાબદાર અથવા બંધાયેલા રહેશે નહીં, અને આવી માહિતી પર આધારિત કોઈ વ્યાપારિક અથવા રોકાણના નિર્ણયો માટે જવાબદાર અથવા બંધાયેલા રહેશે નહીં.
 23. ત્રીજા પક્ષકારના કોઈ હિતાધિકારીઓ નહીં
  આપ સંમતિ આપો છો કે આ સેવાની શરતોમાં અન્યથા સ્પષ્ટપણે આપેલ હોય તે સિવાય આ સમજૂતીના કોઈ ત્રીજા પક્ષકાર હિતાધિકારીઓ રહેશે નહીં.
 24. નોટિસ
  આપને ઈમેઇલ અથવા નિયમિત ટપાલથી નોટિસો મોકલી શકાશે. સેવા આપને સેવાની શરતો અથવા અન્ય બાબતોમાં થયેલા ફેરફારોની નોટિસો પણ સેવા પર સામાન્ય રીતે નોટિસો અથવા નોટિસોની લિંક્સ પ્રદર્શિત કરીને પૂરી પાડી શકશે. આપ સંમતિ આપો છો કે ઈમેઇલ અથવા નિયમિત ટપાલ દ્વારા આવી નોટિસો, અને સેવા પર સામાન્ય રીતે આપને અપાયેલી નોટિસો અથવા નોટિસોની લિંક્સના પ્રદર્શનમાં તેમાં રહેલી બાબતોની આપને પૂરતી અને જોઈએ તેટલી નોટિસ સમાયેલી રહેશે.
 25. ટ્રેડમાર્ક માહિતી
  આપ સંમતિ આપો છો કે Yahooના તમામ ટ્રેડમાર્ક્સ, ધંધાકીય નામો, સેવા ચિહ્નો અને Yahooના અન્ય લોગોસ અને બ્રાન્ડની લાક્ષણિકતાઓ, અને ઉત્પાદ અને સેવા નામો એ Yahoo ઇન્ક. (Yahoo ચિહ્નો)ના ટ્રેડમાર્ક્સ અને મિલકત છે. આપ Yahooની પૂર્વ પરવાનગી વિના, Yahooના ચિહ્નોને પ્રદર્શિત ન કરવા અથવા તેનો કોઈ પણ રીતે ઉપયોગ ન કરવાની સંમતિ આપો છો.
 26. નોટિસ અને કૉપીરાઇટ અથવા બૌદ્ધિક સંપત્તિના ઉલ્લંઘનના દાવા કરવા માટેની કાર્યપદ્ધતિ
  યાહૂ અન્ય લોકોની બૌદ્ધિક સંપત્તિનો આદર કરે છે, અને અમે અમારા વપરાશકારોને તેમ જ કરવાનું કહીએ છીએ. જો આપ માનતા હો કે આપની કૃતિની નકલ એ રીતે કરાઈ છે કે જેથી કૉપીરાઇટનું ઉલ્લંઘન થતું હોય તો, કૃપા કરીને યાહૂના કૉપીરાઇટ એજન્ટને નીચેની માહિતી પૂરી પાડો:

  1. કૉપીરાઇટ હિતના માલિકના વતી કાર્યવાહી કરવા માટે અધિકૃત વ્યક્તિની ઈલેક્ટ્રૉનિક અથવા ભૌતિક સહી
  2. કૉપીરાઇટ વાળી એ કૃતિનું વર્ણન જેનું ઉલ્લંઘન થયું હોવાનો આપ દાવો કરો છો;
  3. આપ જે સામગ્રી ઉલ્લંઘન કરતી હોવાનો દાવો કરો છો તે સાઇટ પર ક્યાં આવેલી છે તેનું વર્ણન;
  4. આપનું સરનામું, ટેલિફોન નંબર, અને ઈમેઇલ સરનામું;
  5. આપનું નિવેદન કે આપ સદ્ભાવનાપૂર્ણ માન્યતા ધરાવો છો કે વિવાદાસ્પદ ઉપયોગ કૉપીરાઇટના માલિક, તેના એજન્ટ, અથવા કાયદા દ્વારા અધિકૃત નથી
  6. ખોટી સાક્ષી પુરાવાની સજા હેઠળ આપે કરેલું નિવેદન, કે આપની જાણમાં ઉપરની માહિતી ચોક્કસ છે અને એ કે આપ કૉપીરાઇટ માલિક અથવા કૉપીરાઇટ માલિકના વતી કાર્યવાહી કરવા અધિકૃત છો
  કૉપીરાઇટ ઉલ્લંઘનના દાવાઓની નોટિસ માટેના Yahooના કૉપીરાઈટ એજન્ટનો સંપર્ક નીચે મુજબ થઈ શકે છે:
  ટપાલ દ્વારા:
  Copyright Agent
  Yahoo India Pvt Ltd
  Unit No. 1261, 6th floor,
  Building No.12, Solitaire Corporate Park,
  No. 167, Guru Hargovindji Marg,
  (Andheri-Ghatkopar Link Road),
  Andheri (East), Mumbai - 400 093
  India
  ફોન: +91 22 3308 9600
  ફૅક્સ: +91 22 3308 9700
 27. ત્રીજા પક્ષકારોના અધિકારો
  આપ સ્વીકારો છો કે અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો કે કર્મચારીઓ, લાગુ પડે ત્યાં, કલમો 6, 9, 17, 18 અને 19ના ત્રીજા પક્ષકાર હિતાધિકારીઓ હોવાનો હેતુ છે. આપ એ પણ સ્વીકારો છો કે અમારા કો-બ્રાન્ડરો અને અન્ય ભાગીદારો કલમ 9ના ત્રીજા પક્ષકાર હિતાધિકારીઓ હોવાનો હેતુ છે. આપ સંમતિ આપો છો કે અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, બધી સંલગ્ન કંપનીઓ, અધિકારીઓ, એજન્ટો કે કર્મચારીઓ, અને અમારા કો-બ્રાન્ડરો અને અન્ય ભાગીદારો દરેક, અલગ અલગ અને તેના પોતાના અધિકારની રૂએ, લાગુ પડે તે મુજબ કલમો 6, 9, 17, 18 અને 19ની જોગવાઈઓનું પાલન કરવાની ફરજ પાડી શકે છે.
 28. સામાન્ય માહિતી
  સમગ્ર સમજૂતી. સેવાની શરતોમાં આપ અને યાહૂ વચ્ચેની સમગ્ર સમજૂતી સમાયેલી છે અને આપ અને અમારી વચ્ચેની અગાઉની કોઈ સમજો અને સમજૂતીઓ અને બેમાંના એક પક્ષકારે અન્ય પક્ષકારને કરેલા અગાઉના કોઈ નિવેદનો કે રજૂઆતોનું સ્થાન લઈ, સેવાના આપના ઉપયોગને નિયંત્રિત કરે છે. સેવાની શરતો એવી કોઈ સંલગ્ન સેવાઓ, ત્રીજા-પક્ષકારના વિષયવસ્તુ અથવા ત્રીજા-પક્ષકારના સૉફ્ટવેરને લાગુ નથી પડતી કે જેને વાજબીપણે સેવાનો ભાગ ગણી શકાય નહીં જે આપને અમારા લાઇસન્સરો, માલ પૂરો પાડનારા, વિક્રેતાઓ, મુખ્ય, ધારક, ગૌણ અથવા સંબંધિત કંપનીઓ, અન્ય સંલગ્ન કંપનીઓ અથવા અન્ય ત્રીજા પક્ષકારો દ્વારા પૂરી પાડવામાં આવી શકે, જે તે પક્ષકાર દ્વારા લાદેલી અતિરિક્ત શરતોને આધીન હોઈ શકે છે. આપ અતિરિક્ત શરતોને આધીન પણ હોઈ શકો છો જે લાગુ પડી શકે જ્યારે આપ સંલગ્ન કંપનીઓની સેવાઓ, ત્રીજા-પક્ષકારના વિષયવસ્તુ અથવા ત્રીજા-પક્ષકારના સૉફ્ટવેરનો ઉપયોગ કરો. 

  નિયંત્રણ કરતા કાયદા અને અધિકારક્ષેત્ર. સેવાની શરતો અને આપ અને યાહૂ વચ્ચેનો સંબંધ તેની કાયદાકીય જોગવાઈઓની વિસંગતતાને ધ્યાનમાં ન લેતાં ભારતીય ગણરાજ્યના કાયદા દ્વારા નિયંત્રિત થશે. આપ અને યાહૂ મુંબઈ, ભારત ખાતેના કોર્ટોના વ્યક્તિગત અને એકાંતિક અધિકારક્ષેત્રને તાબે થવાની સંમતિ આપો છો.

  પરિત્યાગ અને શરતોની વિચ્છેદનીયતા. સેવાની શરતોનો કોઈ અધિકાર અથવા જોગવાઈનો ઉપયોગ અથવા અમલ કરવામાં Yahooની નિષ્ફળતા આવા અધિકાર અથવા જોગવાઈનો પરિત્યાગ નહીં બને. જો સેવાની શરતોની કોઈ જોગવાઈ સક્ષમ અધિકાક્ષેત્રની કોર્ટને અમાન્ય જણાય તો, તેમ છતાં પણ પક્ષકારો સંમતિ આપે છે કે કોર્ટે જોગવાઈમાં પ્રતિબિંબિત પક્ષકારોના હેતુઓને અમલમાં લાવવનો પ્રયત્ન કરવો જોઈએ, અને સેવાની શરતોની અન્ય જોગવાઈઓ સંપૂર્ણ અમલમાં અને અસરકારક રહે છે.

  ઉત્તરજીવિતતાનો કોઈ અધિકાર નહીં અને અપરિવર્તનીયતા. આપ સંમતિ આપો છો કે આપનું Yahoo ખાતું અપરિવર્તનીય છે અને Yahoo ID અથવા આપના ખાતામાંના વિષયવસ્તુને લગતા કોઈ અધિકારો આપની મૃત્યુ બાદ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુ પ્રમાણપત્રની એક નકલ મળતાં, આપનું ખાતું સમાપ્ત કરી શકાશે અને તેમાંનું તમામ વિષયવસ્તુ કાયમી રીતે કાઢી નાખવામાં આવશે.

  મર્યાદાઓનો અધિનિયમ. આપ સંમતિ આપો છો કે કોઈ ઊલટા અધિનિયમ કે કાયદાને લક્ષમાં ન લેતાં, સેવાના ઉપયોગ અથવા સેવાની શરતોમાંથી ઉદ્ભવતો અથવા સંબંધિત કોઈ દાવો અથવા કાર્યવાહીનું કારણ, આવો દાવો અથવા કાર્યવાહીનું કારણ ઉદ્ભવ્યા બાદ એક (1) વર્ષની અંદર દાખલ કરવાનો રહેશે અથવા હંમેશ માટે બાધિત કરવાનો રહેશે.

  સેવાની શરતોમાં રહેલા કલમના શીર્ષકો ફક્ત અનુકૂળતા માટે છે અને તેમની કોઈ કાનૂની કે કોન્ટ્રાક્ટને લગતી અસર થતી નથી.

 29. ઉલ્લંઘનો
  કૃપા કરી સેવાની શરતોના કોઈ ઉલ્લંઘનોની જાણ અમારા ગ્રાહક સંભાળ જૂથને કરો.
 • oath